જિનશાસનના શણગાર સમા અણગાર એવા વંદનીય પૂજ્ય શ્રમણ - શ્રમણી ભગવંતોના ચરણોમાં મત્થએણ વંદામિ. અમને જણાવતા અતી આનંદ થાય છે કે યુગપ્રધાન આચાર્યસમ પરમ પૂજ્યપાદ્ પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પરમ પૂજ્યપાદ્ પંન્યાસ શ્રી પદ્મદર્શન વિજયજી મહારાજ સાહેબના શિષ્યરત્ન મુનિ પ્રીતદર્શન વિજય મહારાજ સાહેબની પે્રરણા તથા માર્ગદર્શન થી ‘જૈન વિહાર પ્રકાશન’ બેનર હેઠળ વંદનીય શ્રમણ - શ્રમણી ભગવંતોને વિહાર ક્ષેત્રની ચોકકસ માહિતીના અભાવે વિહારાદિમાં જે તકલિફો પડે છે. તેને અમે યથાશકય દૂર કરવા પ્રયત્નશીલ છીએ.
પૂજ્ય મુનિ પ્રીતદર્શન વિજય મહારાજ સાહેબ વિ.સં ૨૦૬૦ થી વિહાર રૂટ તથા મેપ હાથે તૈયાર કરતા હતા, તે અમને અત્યંત જરૂરી તથા ઉચિત લાંગતા વિહાર રૂટ તથા મેપને ‘Jain Vihar Route' App ના માધ્યમે ગુગલ પ્લે સ્ટોર પર મૂકવાનો પ્રયત્ન કર્યો છે અને ટુંક સમયમાં 'App Store - Apple' પર પણ મૂકવામાં આવશે.
સમગ્ર ભારતભરના બને તેટલા વિહાર રૂટોની જાણકારી એપ્લિકેશનના માધ્યમે આપને સંયમ જીવનમાં અનુકૂળ રહે એ માટે જણાવવાની ભાવના ધરાવીએ છીએ. તો પૂજ્ય ગુરૂભગવંતોને નમ્ર વિનંતી છે કે 'Jain Vihar Route' એપ્લિકેશન ગુગલપ્લે સ્ટોર પરથી વિહાર સેવક વગેરે દ્વારા ડાઉનલોડ કરાવી તેમાં રહેલી માહિતીનો વધુમાં વધુ ઉપયોગ કરી લાભ આપવા વિનંતી તથા પ્રચાર પ્રસાર કરવા વિનંતી.
આ એપના માધ્યમે આપના માટે બને તેટલા સચોટ વિહાર રૂટો, વિહાર મેપ, વિ.ધા., સ્વયંસેવક (વિ.એસ.જી, વગેરે), કોન્ટેક નંબર વગેરે માહિતી મૂકવામાં આવશે, જે આપ ડાઉનલો કરાવી પ્રીન્ટ કઢાવી શકાશે.
Stay updated with the latest news and updates from Jain Vihar Prakashan Trust.
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Nulla facilisi. Suspendisse...
Read More
Praesent nec sapien nec metus cursus malesuada. Integer facilisis orci non odio...
Read More
Curabitur et justo sed justo vehicula dictum. Quisque vulputate metus vitae elit...
Read MoreJain Vihar Prakashan Trust
11 Gala Chal, Maneklala Road, Navsari, Gujarat - 396445.
jainviharprakashan@gmail.com
+91 82 0000 3070