એક આનંદના સમાચાર સકળશ્રી સંઘ માટે
શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ તીર્થ ને કેન્દ્રમાં રાખી આઠે દિશામાંથી વિવિધ તીર્થ તથા શહેરોથી સુંદર મજાની વિહાર રૂટતી પૂસ્તીકા પૂ. મુનિરાજ શ્રી પ્રીતદર્શન વિજયજી એ બે વર્ષતી મહેત બાદ તૈયાર કરી છે તેને જૈન વિહાર પ્રકાશને પ.પૂ. આ. દેવશ્રી હંસકીર્તિસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં, અમલસાડ (નવસારી), મુકામે. કારતક સૂદ- ૯, તા. ૧૦/૧૦/૨૦૨૪, રવિવારે મુમુક્ષ તથા ટ્રસ્ટીગણના હસ્તે વિમોચન થવા પામ્યું. આ પૂસ્તિકા પ્રકાશક પ્રજ્ઞેશ શાહ (નવસારી) ૮૨૦૦૦૦૩૦૭૦ પાસેથી મંગાવી પૂ શ્રમણ-શ્રમણીને ભેટ આપવવા વિનતી.